Gujarat

ભારત વિકાસ પરિષદ ગુજરાતના પ્રમુખ તરીકે ફાલ્ગુનભાઇ વોરાની વરણી

ભારત વિકાસ પરિષદ ગુજરાતના પ્રમુખ તરીકે ફાલ્ગુનભાઇ વોરાની વરણી

હેડગેવાર ભવન મણિનગર ખાતે સામાજિક સંગઠનની વાર્ષિક સભા મળી.

ભારત વિકાસ પરિષદ,અખિલ ભારતીય કક્ષાએ કાર્ય કરતું સામાજિક,સેવાભાવી,બિન રાજકીય સંગઠન છે. તેનાં ઉપક્રમે ભારત વિકાસ પરિષદની ગુજરાત મધ્ય પ્રાંતની વાર્ષિક અસાધારણ સભા મણિનગર, સ્થિત એવા હેડગેવાર ભવન અમદાવાદ ખાતે યોજાઈ ગઈ.આ સભામાં ભારત વિકાસ પરિષદ ગુજરાતના ટ્રસ્ટી શ્રી વલ્લભભાઈ રામાણીની
અધ્યક્ષતામાં,ભા.વિ.પનાં અખિલ ભારતીય અધિકારી શ્રી આર. કે. ભગત સાહેબ દ્વારા આગામી વર્ષ એટલે કે, વર્ષ ૨૦૨૩-૨૪ માટે ગુજરાત મધ્યપ્રાંત ના પ્રમુખ,સચિવ, ખજાનચી, મહિલા સંયોજિકા તેમજ સમગ્ર કારોબારીની જાહેરાત કરવામાં આવી. જેમાં પ્રમુખ તરીકે શ્રી ફાલ્ગુનભાઈ વોરા, સચિવ તરીકે શ્રી સુરેશભાઈ પટેલ,ખજાનચી તરીકે શ્રી મનસુખભાઈ કાછડીયા,મહિલા સંયોજીકા તરીકે શ્રીમતી પ્રવિણાબેન ઠક્કર તેમજ સમગ્ર કારોબારીના નામની જાહેરાત કરવામાં આવી. આ પ્રસંગે ભારત સરકાર દ્વારા વિશિષ્ઠ સેવા મેડલ તેમજ શૌર્યચક્ર થી સન્માનીત એવા ઝાંબાજ બલિદાની શહીદ વીરલાન્સ નાયક શ્રી ગોપાલ સિંહ મુનિમસિંહ ભદોરીયાના માતા-પિતાનું વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું હતું.

IMG-20230508-WA0103-0.jpg IMG-20230508-WA0102-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *