ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા હાલ જ નવા ડેલીગેટ નું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં માણાવદર ના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ના નામ નો સમાવેશ થતાં કોંગ્રેસી કાર્યકરો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ અનેક કાર્યકરોએ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી ને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જ ગુજરાતમાં ધારાસભ્ય ની ચૂંટણી યોજાઈ હતી જેમાં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ નું ખુબ નબળુ પ્રદશન જોવા મળ્યું હતું ત્યારે આવા માહોલમાં આ વિસ્તારના દિગ્ગજ ભાજપ ના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ને કારમી હાર આપી કોંગ્રેસે આ સીટ કબ્જે કરી હતી. ત્યારે આ વિસ્તારમાં અરવિંદભાઈ લાડાણી નું પ્રભુત્વ તેમજ ખુબ મોટું વહીવટી જ્ઞાન ને ધ્યાને રાખી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ડેલિગેટ મેમ્બર તરીકે નિમણૂંક આપી હતી.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


