ભાવનગર
ભાવનગર જિલ્લાના સિહોરમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. બંન્નેએ પંચાયત કચેરીના પટાંગણમાં આવેલા વડલાના ઝાડે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. સિહોરના કરચલીયાપરાનો રહેવાસી હાર્દિક કાળુભાઇ જમોડને એક યુવતી સાથે આંખ મળી જતા પ્રેમ પાંગર્યો હતો. સાથે જીવવા મરવાના વચનો અપાઇ ગયા હતા. જાેકે, પ્રેમમાં મંજિલ ન મળતા બંનેએ સાથે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. આજે વહેલી સવારે સિહોર તાલુકા પંચાયતની કચેરીમાં પહોંચી પટાંગણમાં આવેલા વડના ઝાડની ડાળી સાથે દોરી બાંધી સજાેડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની જાણ સિહોર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબ્જાે લઈ બંનેના વાલી-વારસદારોને જાણ કરી લાશ પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ એવી પણ વાત ચર્ચાઇ રહી છે કે, બંનેના પરિવારજનો માની જતાં સગાઇ પણ નક્કી થઇ ગઇ હતી. જાેકે, લગ્ન ત્રણ વર્ષ બાદ લેવાનું નક્કી કર્યું હતું. જેના લીધે બંનેએ જીવન ટુંકાવ્યું છે. જાેકે, સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
