Gujarat

ભાવનગરના મહુવામાં કાર ટ્રક સાથે અથડાયા બાદ અચાનક સળગી, દરવાજાે ન ખૂલતાં ચાલક ત્યાજ બળીને ભડથું થઇ ગયો

મહુવા
ભાવનગર જિલ્લામાં મહુવા પાસે આજે એક અકસ્માતની દર્દનાક ઘટના બની હતી. મહુવાના વડલી-નેસવડ રોડ પર સવારની આ ઘટના હોવાનું મનાય છે, જેમાં ટ્રક અને કાર અથડાયા બાદ કારમાં આગ ફાટી નીકળતાં તેનો ચાલક બળીને ભડથું થઈ ગયો હતો. અકસ્માત બાદ દરવાજા ખૂલી ન શકતાં કારમાં સવાર એક વ્યક્તિ આગમાં ખાખ થઈ જતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ભોગગ્રસ્ત કોણ છે એની ઓળખ મેળવવા તજવીજ ચાલી રહી છે. બનાવની વિગત એવી છે કે મહુવાથી ભાવનગર નેશનલ હાઇવે નંબર આઠ ઉપર સવાર દરમિયાન એક ઘટના બનવા પામી હતી, જ્યાં એક કાર અને ટ્રક વચ્ચે જાેરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત તરત જ કારમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. આગ એવી વિકરાળ હતી કે એમાં કાર સાથે કારચાલક પણ બળીને ખાખ થઈ ગયો. જ્યાં હાઈવે પર ભયંકર અકસ્માત બાદ આગ ફાટી નીકળતાં ત્યાં હાજર સમક્ષ લોકોનાં રુવાંટાં ઊભાં થઈ જાય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. હાઈવે પર મહુવા તરફથી જતી કાર અને ભાવનગર તરફથી આવતું કેમિકલ ભરેલું ટેન્કર એકાએક ધડાકાભેર અથડાયું હતું, જ્યાં કાર મહાકાય ટ્રક સાથે અથડાતાં કારનો કૂચો બોલી ગયો હતો. એ બાદ કારમાં કોઈ કારણસર આગ લાગતાં ડ્રાઈવર કાર સાથે આગમાં બળવા લાગ્યો હતો. આ ઘટનામાં યુવક અકસ્માતમાં મૃત્યુ પામ્યો કે કારમાં આગ લાગતાં બળીને એ કહેવું મુશકેલ છે. લોકોના કહેવા પ્રમાણે કારમાં આગ લાગતાંની સાથે ડ્રાઈવરે કારમાંથી બહાર નીકળવાના ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ કારનો દરવાજાે અથવા કાચ કોઈ કારણસર ના ખૂલતાં યુવક આગમાં હોમાઈ ગયો હતો. હાઈવે પર થયેલા અકસ્માત બાદ ક્ષણભરમાં જ એ કારમાં લાગેલી આગ જાેઈ ત્યાં હાજર સૌકોઈના રુવાંટાં ઊભાં થઈ ગયાં હતાં. કારમાં સળગતા યુવકે કારમાંથી નીકળવાના ઘણા પ્રયાસ કર્યા, તેમ છતાં તેને અંતે મોત જ નશીબ થયું. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ કારમાંથી ફક્ત યુવકનું કંકાલ જ મળ્યું હતું. હાલ આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ભોગગ્રસ્ત કોણ છે એની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *