Gujarat

ભાવનગરમાં તળાજા ડુંગર પર જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સોને પોલીસે ઝડપ્યા, ૩ ફરાર થયા

ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજા ડુંગર પર દાતર-પીર જવાના રસ્તે પગથીયા પર જુગાર રમતા ૩ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા. જ્યારે ૩ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે રોકડા રૂપિયા ૧૩ હજારની મતા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, તળાજા ડુંગર પર દાતર-પીર જવાના રસ્તે પગથીયા પર અમુક ઈસમો ગોળ કુંડાળું વાળી જુગાર રમી રહ્યા હતા. જે જગ્યાએ રેડ કરતા જુગાર રમી રહેલા ૬ શખ્સો પૈકી ૩ શખ્સો ઝડપાયા હતા જ્યારે ૩ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે શખ્સો પાસેથી રોકડા રૂપિયા ૧૩,૨૨૦ની મતા કબજે કરી હતી. ઝડપાયેલા તમામ શખ્સો વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *