ગાંધીનગર
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો છે. બનાસકાંઠાના પાલનપુરનાં પૂર્વ મામલતદારનું હૃદય રોગનાં હુમલાથી મોત થયું છે. વડગામ તાલુકાના બસુ ગામના હૈદરભાઈ નાગોરીનું મોત થયું છે. તેમનું થોડા સમય પહેલા પ્રમોશન થતાં ભુજ ગયા હતા અને ભુજ ડીઝાસ્ટર મામલતદાર તરીકે હાલ ફરજ બજાવતા હતા. પાલનપુરથી રાત્રે ભુજ જવા નીકળ્યા ત્યારે આવેલો હાર્ટએટેક જીવલેણ સાબિત થયો હતો. કલેકટર કચેરીએ કલેકટર સહિત અધિકારીઓએ મૌન પાળી શોક વ્યક્ત કર્યો હતો.


