ભુરખીયા હનુમાનજી મંદિરે તા.૧૫-૨ ને બુધવારે ૫૮માં નેત્ર નિદાન કેમ્પ નું આયોજન. લાયન્સ ક્લબ ઓફ અમરેલી ( સીટી), ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સયુંકત ઉપક્રમે આગામી તા.૧૫-૨ ને બુધવારે લાઠી તાલુકાના ભુરખીયા હનુમાનજી મંદિરે સવારના આઠ થી બપોરના બાર વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવેલ હોય આંખ ને લગતા રોગની તપાસ કરી આપવામાં આવશે.રાહત ભાવે નંબરના ચશ્મા આપવામાં આવશે.અને મોતિયોનું ઓપરેશન વિના મૂલ્યે કરી આપવામાં આવશે.તો દર્દીઓએ આધાર પુરાવા સાથે સમયસર આવી જવું એમ આયોજકોએ જણાવેલ છે. ( અતુલ શુક્લ.)


