ભુરખીયા હનુમાનજી મંદિરે બુધવારે વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે.લાભ લેવા અનુરોધ. લાઠી તાલુકાના સ્વયમ્ પ્રગટ શ્રી હનુમાનજી ( ભુરખીયા ) મંદિરે તા.૧૫-૨ ને બુધવારે સવારના ૮ થી બપોરના ૧૨ વાગ્યા સુધી લાયન્સ ક્લબ ઓફ અમરેલી ( સીટી ),શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ટ્ર સ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સયુંકત ઉપક્રમે ૫૮મો વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવેલ હોય સુદર્શન નેત્રાલય અમરેલીની નિષ્ણાત ટીમ આંખની તપાસ કરી,રાહત ભાવે નંબરના ચશ્મા આપી,મોતિયોના દર્દીઓને અમરેલી લઈ જઈ ઓપરેશન કરી આપશે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા આંખના દર્દીઓએ આધાર પુરાવા ( ડોક્યુમેન્ટ) સાથે સમયસર આવી જવા જણાવવામાં આવેલ છે. ( અતુલ શુક્લ.)


