રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ
વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલ તા.12 માર્ચના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રી
સવારે 9:00 કલાકે હડિયાણા ખાતે આયોજિત કિસાન મોલના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ પ્રદર્શન
ગ્રાઉન્ડ ખાતે આયોજિત 151 નવીન બસોના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે 12:30 કલાકે મંત્રીશ્રી ધન્વન્તરી ઓડિટોરિયમમાં આયોજિત લોન/ધિરાણના લાભાર્થીઓને ચેક વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.તેમજ સામાજિક ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

