Gujarat

મકર સંક્રાંતિ અને ઉતરાયણના પર્વે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા ખાતે પતંગ ઉડ્ડયનનો આનંદ માણ્યો

અમદાવાદ
મકર સંક્રાંતિ અને ઉતરાયણ ના પર્વે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત ભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા વંદેમાતરમ વિસ્તારમાં શુકન રેસિડેન્શિ ખાતે પતંગ ઉડ્ડયન નો આનંદ માણ્યો હતો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયા અને ગૃહ મંત્રી અમિત ભાઈના ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગોતા વંદે માતરમ વિસ્તારના રહીશો સાથે અમિત ભાઈ અને ભૂપેન્દ્ર પટેલ મુક્ત ગગનમાં પતંગ ઉડાવી ઉતરાયણ પર્વમાં સહભાગી થયા હતા
તેમણે લોકોનું અભિવાદન ઝીલી ને અને રંગબેરંગી ફુગ્ગા આકાશમાં છોડીને આ પર્વને લોકોત્સવ બનાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *