લોકેશન : ખેડા મહુધા
રિપોર્ટર : નિસાર શેખ મહુધા
મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટ્સ કોલેજ મહુધા ખાતે તાજેતરમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી નડિયાદ દ્વારા રોજગાર કચેરીની સેવાઓ અંગે માર્ગદર્શન સેમીનાર તેમજ સંસ્થાના વિદ્યાર્થીઓ માટે નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે શાલિની બેન.એ.પટેલ કેરિયર કાઉન્સેલર તરીકે જિલ્લા રોજગાર કચેરી,નડિયાદ ઉપસ્થિત રહીને કોલેજના વિદ્યાર્થીઓને જિલ્લા રોજગાર વિનિમય કચેરી,નડિયાદ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી વિવિધ સેવાઓ જેમ કે નામ નોંધણી,કોલેજમાં કારકિર્દી અને વ્યવસાય માર્ગદર્શન ઔધોગિક તેમજ લશ્કરી ભરતી મેળો,અનુબંધમ વેબ પોર્ટલ તથા મોબાઈલ એપ,પાસપોર્ટ એપ વગેરેની માહિતી પૂરી પાડી હતી
આ અવસરે કોલેજના આચાર્ય ડૉ. કે.એસ.દવે દ્વારા કાર્યક્રમની પુર્વ ભુમિકા બાંધવામાં આવી હતી તથા કોલેજના સ્ટાફ તેમજ કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમનાં અંતે પ્રા.બાલુભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી


