અહેવાલ : નિસાર શેખ મહુધા
મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટસ કોલેજ મહુધા ખાતે રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું
આ પ્રસંગે ઉદઘાટક તરીકે મહેશભાઇ પટેલ કેમ્પસ ડાયરેકટર મ.કે.મં ઉપસ્થિત રહી,દીપ પ્રાગટય કરી આ રમોત્સવની શરૂઆત કરાઈ.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. કે.એસ.દવે દ્વારા મહેમાનનો પરિચય તથા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યુ હતું. કોલેજના જી.એસ કુ.સનોફરબાનું મલેક સ્પર્ધકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. આર.જે.પટેલ તથા સ્પર્ધાનુ માર્ગદર્શન અને આગામી બે દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ માટેની વિવિધ સ્પર્ધા અંગેની માહિતિ સ્પોર્ટ્સ ના પ્રા. વિજયસિંહ.એ.ડાભી દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમની આભાર વિધી ડો. કે.આર.પટેલ દ્વારા કરવામાં આવી હતી.
આ રમતોસ્વમાં ૧૦૦ મીટર દોડ,૨૦૦ મીટર દોડ,૪૦૦ મીટર દોડ,ગોળા ફેંક,ચક્ર ફેંક ,લાંબી કુદ, ક્રિકેટ અને કબડ્ડી તેમજ ખોખો અને સ્ટેન્ડીંગ બ્રોડ જંપ વિદ્યાર્થીનીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું


