Gujarat

મહુધા ખાતે એકતા નાઈટ ટુર્નામેન્ટ ની ફાઈનલ મેચમાં બે જુદી જુદી ટીમનું વિજય

રિપોર્ટર : નિસાર શેખ,ખેડા-મહુધા
એકતા નાઈટ ટુર્નામેન્ટ નાં આયોજકો દ્વારા અજુ ઈલેવન ની વિજેતા ટીમને સાત હજાર સાતસો છયાસી નો ચેક અને ટ્રોફી આપવામાં આવી હતી અને બાદશાહ ઈલેવન ટીમને ત્રણ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા નો ચેક અને ટ્રોફી આપવામાં આવી હતી
ખેડા જિલ્લાના મહુધા ખાતે એકતા નાઈટ ટુર્નામેન્ટમાં ઢોલ નગારા અને ડી.જે ની સાથે ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું મેચની શરૂઆત પહેલાં પ્રેક્ષકો અને એકતા નાઈટ ટુર્નામેન્ટ નાં આયોજકો તેમજ મેચની ટીમો દ્વારા એક સાથે સૌ લોકોએ રાષ્ટ્ર ગીત ગાયું આવ્યું હતું મેચના પહેલા રાઉન્ડમાં 1171 ઈલેવન ટીમ ની સામે પઠાણ ઈલેવન ટીમનું વિજય થયો હતો અને મેચના બીજા રાઉન્ડમાં અજુ ઈલેવન ટીમ દ્વારા પહેલા દાવમાં 201 રન બનાવ્યા હતા તથા તેમની સામેની બાદશાહ ઈલેવન વિરોધ પક્ષ ની ટીમ દ્વારા 125 રન બનાવ્યા હતા જેમાં અજુ ઈલેવન ની ટીમે બાદશાહ ઈલેવન ટીમને મેચમાં પરાજીત કરી અને જીત મેળવી હતી.
એકતા નાઈટ ટુર્નામેન્ટ મેચ ના આયોજકો દ્વારા પઠાણ ઈલેવન વિજેતા ટીમને બે હજાર પાંચસો રૂપિયા નો ચેક તથા મેડલ અને ટ્રોફી આપવામાં આવી હતી તેમજ 1171 ઈલેવન ની ટીમને પણ એક હજાર એક સૌ રૂપિયા નો ચેક આપ્યો હતો અનવર ભાઈ દ્વારા બેસ્ટ બોલીંગ એક્શન ધ્રુવ બારોટ ને ટી શર્ટ આપી હતી વસીમ ભાઈ દ્વારા મેન ઓફ ધ મેચ અરબાઝ (વડથલ) ટ્રોફી આપી હતી રીયાઝ (લારા) દ્વારા મેન ઓફ ધ મેચ સિરીઝ સકલેન ભાઈ ને ટ્રોફી આપી હતી મોહસીન ભાઈ (નિઝામપુરા વાળા તમાકું નાં વહેપારી) દ્વારા 1171 ની ટીમને રનઅપ ની ટ્રોફી આપી હતી તથા સઈદભાઈ દ્વારા પઠાણ ઈલેવન ટીમને પણ ટ્રોફી આપવામાં આવી હતી તેમજ બીજા રાઉન્ડની ટીમને બોન્ટી ને બેસ્ટ કેચ કરવા બદલ અનવર ભાઈ દ્વારા ટ્રોફી આપી હતી ઝમીર ગેંગ દ્વારા બેસ્ટ 6 મેચ વિનિગ સચીન ને ટ્રોફી આપી હતી અનવર ભાઈ દ્વારા ઈમેજીગ પ્લેયર કિશન ને ટ્રોફી આપી હતી સહેઝાદભાઈ દ્વારા મેન ઓફ ધ મેચ જહાંગીર ને ટ્રોફી આપી હતી તેમજ એકતા નાઈટ ટુર્નામેન્ટ મેચમાં અને પ્રેક્ષકો વચ્ચે મોદી નામથી ઓળખાતા અજુ ઈલેવન ટીમના ખેલાડી ને ઝમીર ગેંગ દ્વારા મેન ઓફ ધ સીરીઝ ની ટ્રોફી આપી હતી અલોક ભાઈ મિશ્રા દ્વારા રનઅપ ની ટ્રોફી બાદશાહ ઈલેવન ટીમના કેપ્ટન સોહેલ ને આપી હતી તેમજ મુખ્ય મહેમાન પંકજ ભાઈ તિવારી દ્વારા અજુ ઈલેવન ની ટીમના કેપ્ટન અઝહર કાજી ને ટ્રોફી આપવામાં આવી હતી તથા ઈસ્કોર બોર્ડ યાસીન ને પણ ટ્રોફી આપી હતી
એકતા નાઈટ ટુર્નામેન્ટ મેચમાં બેસ્ટ અમ્પાયર તરીકે સઈદભાઈ , અનવરભાઈ , સહેઝાદભાઈ , રીયાઝ (લારા) , ઝમીર ગેંગ તેમજ ઈમરાન ભાઈ ને મુખ્ય મહેમાન પંકજ ભાઈ તિવારી અને અલોકભાઈ મિશ્રા તથા વસીમ ભાઈ (નિઝામપુરા વાળા) અને મોહસીન ભાઈ (નિઝામપુરા વાળા) દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી સાથોસાથ મેચમાં સારૂં પ્રદર્શન કરનાર ખેલાડીઓને સઈદભાઈ મલેક તથા આરીફભાઈ બન્ને (તમાકું નાં વહેપારી) દ્વારા 500 થી 1000 રૂપિયા રોકડ પુરસ્કાર તરીકે આપ્યાં હતાં
કેપ્રી ગોલ્ડ લોન્સ મહુધા ખાતે બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા એજાઝ મલેક કે જેઓ મહુધા માં અજજુ ભાઈ નાં નામથી લોકો ઓળખે છે તેઓને એકતા નાઈટ ટુર્નામેન્ટ મેચ ના આયોજકો દ્વારા ફાઈનલ મેચમાં કોમેન્ટરી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા સાથોસાથ એકતા નાઈટ ટુર્નામેન્ટ નાં આયોજકો દ્વારા ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા
આ પ્રસંગે આયોજક મોહસીન ભાઈ , ઝમીર ગેંગ , સઈદભાઈ મલેક , (તમાકું નાં વહેપારી) , સહેઝાદ ભાઈ મલેક , ઈસ્કોર બોર્ડ યાસીન પઠાણ તથા કોમેન્ટરી માં સીરાજભાઈ અને એજાઝ ભાઈ હાજર રહ્યા હતા તેમજ મહુધા ખાતે એકતા નાઈટ ટુર્નામેન્ટ મેચનું સમગ્ર આયોજન સઈદભાઈ મલેક (તમાકું નાં વહેપારી), ઝમીર ગેંગ , રિયાઝ લારા તથા સહેઝાદ ભાઈ મલેક અને મોહસીન ભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ફાઈનલ મેચ જોવા માટે લોકોના ટોળાને ટોળા ઉમટી પડ્યા હતા
અત્યાર સુધી એકતા નાઈટ ટુર્નામેન્ટ મેચ રમાડવામાં આવી હતી તેમા સૌથી સર્વ શ્રેષ્ઠ અને બેસ્ટ અજુ ઈલેવન ની ટીમ દ્વારા 201 રન બનાવી સૌથી મોટો રેકોર્ડ કર્યો હતો તેમજ ફટાકડા ફોડી અને આતિશ બાજી કરીને આનંદ લીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *