Gujarat

મહુધા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સિંઘાલી ના દરેક સબ સેન્ટરમાં વિશ્વ ડેન્ગ્યુ દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.

તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સિંઘાલી દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં મા. જીલ્લા આરોગ્ય અધિકારી તેમજ મા.જીલ્લા મેલેરિયા અધિકારીનાં આદેશ અન્વયે તેમજ મહુધા તાલુકાના મા.બ્લોક હેલ્થ ઑફિસર ડૉ.ધ્રુમિલ પરીખ અને તાલુકા હેલ્થ સુપરવાઈઝર કાઝીભાઈ નાં માર્ગદર્શન હેઠળ તેમજ સિંધાલી મેડિકલ ઓફીસર ડૉ.મહિમા પટેલ અને ડૉ.શિતલ પટેલની સીધી દેખરેખ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંઘાલી ના દરેક ગામોમા વાહકજન્ય રોગ નિયંત્રણમાં રહે તે હેતુસર વિશ્વ ડેન્ગ્યુ દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી. દરેક સેન્ટરમા રેલી તેમજ પોરાનાશક અને સર્વેલન્સ  કામગીરી કરી લોકોને ડેન્ગ્યુ વિશે સમજ આપવામાં આવી.
વધુમાં સિંધાલી આરોગ્ય કેન્દ્રના આરોગ્ય સ્ટાફ દ્વારા વાહકજન્ય રોગો અન્વયે IEC પ્રવૃતિઓ, બેનર સાહિત્ય લગાવી અને સર્વેલન્સ કરી ડેન્ગ્યુ ચિકનગુનિયા થી કેવી રીતે બચી શકાય છે તે અંગે લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમા ગામના આગેવાનો દ્વારા ખુબ જ સાથ સહકાર આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ ની ઉજવણી પ્રસંગે સિંઘાલી આરોગ્ય સુપરવાઈઝર સંદિપસિંહ રાજ તમામ સી.એચ.ઓ, મ.પ.હે.વ., ફિ.હે.વ. તેમજ આશા અને આશા ફેસીલેટર બહેનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

IMG-20230517-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *