નિસાર શેખ,મહુધા
નડીયાદ સમાજ સુરક્ષા કચેરી દ્વારા સમાજ સુરક્ષા અધિકારી એલ.જી.ભરવાડ સાહેબના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બાળ લગ્ન વિરોધી અભિયાન અંતર્ગત પ્રોબીશનલ અધિકારી એસ.એમ.વ્હોરા સાહેબ દ્વારા મહુધા તાલુકાનાં ઉંદરા ગ્રામ પંચાયત હોલ ખાતે ચાલતા EDII ના ઉદ્યોગ તાલિમ કેન્દ્ર ની મુલાકાત કરી દીવ્યાગો ને ઉદ્યોગ સાહસિક તાલીમ વિષે માહિતગાર કર્યા દીવ્યાગો ને મળતી વિવિધ યોજના ની માહિતી આપી તેમજ બાળ લગ્ન અટકાવવા તેમજ બાળ લગ્ન ને સમાજ નું કલકિત દુષણ ગણાવી સમગ્ર સમાજની જવાબદારી હોવાનું જણાવી દરેક બાળક ને ભણતર સાથે તેના સર્વાંગી વિકાસ સંધાય અને તેના ભવિષ્યને મજબુત બનાવવા ભાર આપ્યો તેમજ બાળ લગ્નનું દુષણ ને સમાજમાંથી દુર કરવા તાકીદ કરી તેમજ સરકારશ્રી ના પ્રયાસોને સફળતા તરફ લઇ જવા જણાવ્યું હતું.
આ સાથે કાર્યક્રમ માં મહુધા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જેતસિંહ.બી.પરમાર ,પ્રા.શાળાના આયાર્ય શ્રી ભાવેશભાઈ,મધ્યાહ્નન ભોજન નાં પ્રમુખ રતનસિંહ,મહેશભાઈ તેમજ ગામનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.કો-ઓર્ડીનેટર રજનીકાંત શ્રીમાળી તેમજ તિલક પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.


