તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
મહુધા બાવીસી વાડી ખાતે વિશ્વ ટીબી દિવસ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રોગ્રામ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી તમામ મંચસ્થ મહાનુભાવો નું પુષ્પગુચ્છ સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ ખેડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નટુભાઈ સોઢા દ્વારા ટીબી વિશે પ્રવચન કરવામાં આવ્યું હતું સાથોસાથ ધવલભાઈ સોઢા દ્વારા પણ ટીબીના રોગો વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ કાર્યક્રમનાં અંતે ટીબી ની સુંદર કામગીરી કરનાર ને આરોગ્ય કર્મચારી ભાઈ , બહેનો અને આશા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહુધા તાલુકા હેલ્થ ઓફિસર ધ્રુમિલભાઈ પરીખ , જિલ્લા ટીબી વિભાગ અધિકારી ધવલભાઈ સોઢા , જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નટુભાઈ સોઢા , મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ , મહુધા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રાયસિંગભાઈ પરમાર , ઉપપ્રમુખ ના પ્રતિનિધિ મુકેશભાઈ સોઢા , મહુધા તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ અલ્પેશકુમાર વાધેલા , તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન ના પ્રતિનિધિ અશોકભાઈ , તાલુકા સભ્ય ચિરાગભાઈ સોઢા , મહામંત્રી નરસિંહભાઈ ભોજાણી , મહામંત્રી મધુભાઈ રબારી તથા આરોગ્ય વિભાગ તેમજ તાલુકાના સરપંચો હાજર રહ્યા હતા.


