તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા મહુધા શહેર દ્વારા વેદ હોસ્પિટલ મહુધા ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં વેદ મલ્ટીસ્પેશ્યાલીટી ઓર્થોપેડીક હોસ્પિટલ નાં ડોક્ટર અલ્કેસભાઈ રાઠોડ તથા ડોક્ટર જલ્પદીપભાઈ પટેલ ના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પ માં યુવા મિત્રોને સ્વાસ્થ પ્રત્યે માર્ગદર્શન આપી તપાસ કરવામાં આવી હતી
આ પ્રસંગે મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મહામંત્રી મધુભાઈ રબારી, મહુધા શહેર યુવા મોરચા પ્રમુખ હર્ષ બ્રહ્મભટ્ટ, મૂર્તુજા ભાઈ, જતીનભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, વિક્રમભાઈ વાઘેલા, યુવા મોરચાના કાર્યકર્તાઓ તથા દરેક મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


