Gujarat

મહુધાના ચુણેલ ” મન કી બાત ” નાં૧૦૦ માં એપિસોડનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યો.

તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
મહુધા તાલુકાના ચુણેલ ગામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો ” મન કી બાત ” નાં ૧૦૦ માં એપિસોડ નું જીવંત પ્રસારણ ( Live Telecast ) નિહાળવામાં આવ્યો. આ આયોજન મહુધા તાલુકાના ચુણેલ ગામમાં શ્રી બેતાલીસ જથ નાયી બ્રાહ્મણ સભા પરિવારજનો દ્વારા પ્રવીણભાઈ મેલાભાઈ શર્માના નિવાસ્થાને કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સમાજના પ્રમુખ ગોવર્ધનભાઈ મેલાભાઈ શર્મા, મંત્રી મહેશ દશરથલાલ પારેખ, ઉપપ્રમુખ  ધીરુભાઈ.બી.શર્મા તથા સમગ્ર કારોબારી જ્ઞાતિજનો ઉપસ્થિત રહી ” મન કી બાત ” નાં ૧૦૦ માં એપિસોડ નાં કાર્યક્રમને સફળતાપૂર્વક નિહાળવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું માર્ગદર્શન આયોજન ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ તથા સમાજના પ્રોગ્રામ કન્વીનર ગોવિંદભાઈ વિનુભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.

IMG-20230430-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *