મકસુદ કારીગર,કઠલાલઔદિચ્ય ટોળક કશ્યપ ગોત્રી બામરોલા પંડ્યા પરિવારના કુળદેવી શ્રી ઉમા કુલેશ્વરી માતાજીનો ૭૭ મો પાટોત્સવ વૈશાખ વદ ત્રીજ ૮-૫-૨૩ ને સોમવાર ના રોજ ધામધૂમથી ઉજવાયો.મહેમદાવાદ તાલુકાના પથાવત ગામે આવેલ ઔદિચ્ય ટોળક કશ્યપ ગોત્રી પરિવારના કુળદેવી શ્રી ઉમા કુળેશ્વરી માતાજીનો વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ધામધૂમથી પાટોત્સવ ઉજવવામાં આવ્યો. ૭૭માં પાટોત્સવના યજમાન યોગેશભાઈ શશીકાંતભાઈ જોશી તરફથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે વડોદરા અમદાવાદ સુરત તેમજ અનેક શહેરો મા વસતા સમાજના સૌ ભૂદેવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થી ઓ ને ફુલસ્કેપ ચોપડા સહાય ના દાતા સ્વ. શ્રી રોહિતભાઈ અંબાલાલ પંડ્યા અને સ્વ. ચંદ્રિકાબેન રોહિતભાઈ પંડ્યા ના સ્મરણાર્થે હસ્તે અલ્પેશભાઈ આર પંડ્યા(એલાયન્સ કોર્પોરેશન, એલાયન્સ એરોસોલ M.D. વડોદરા)તરફથી રૂ.૨૫,૫૦૦/- તથા કશ્યપભાઈ ભાર્ગવરાય પંડ્યા તરફથી રૂ.૨૫,૫૦૦/- વિદ્યાર્થી સહાય પેટે દાન મળેલ છે તથા મંદિર ની ઓફિસ બનાવવા માટે વિશ્વનાથ કેશવલાલ પંડ્યા- અરેરાવાળા તરફથી માતાજી ની સેવા માં રૂ.૫૧.૦૦૦/- દાન પેટે મળેલ છે.આ પ્રસંગે પ્રમુખ દિલિપભાઈ પંડયા નુ, એમની ઉતમ કામગીરી બદલ સહુ જ્ઞાતિ જનો એ શાલ ઓઢાડી બહુમાન કર્યુંહતું.દૂર દૂરથી પધારેલા સૌ કોઈ ભૂદેવો માટે યોગ્ય રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી અંતરિયાળ વિસ્તારમાં આવેલ માં કુલેશ્વરીના જીર્ણોદ્ધાર માટે આપેલ દાન માટે પ્રમુખશ્રી દિલીપભાઈ પંડ્યા એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ જ ભવિષ્યમાં વધુ સગવડો ઉપલબ્ધ કરવા માટે દરેક ભૂદેવ મિત્રો તેમજ પરિવારજનોને આર્થિક મદદ માટે આહવાન કર્યું હતું આ પ્રસંગે માજીના દ્વારે અન્ય સમાજના મિત્રો દ્વારા ખૂબ જ સુંદર સાથ અને સહકાર આપવામાં આવ્યો તે બદલ સમાજ વતી તેઓનો આભાર માનવામાં આવ્યો હતો આમ આખા દિવસ દરમિયાન માતાજીની સોળસોપચાર વિધિ દ્વારા સુંદર પૂજન કરી સૌએ સાથે ભોજન લીધું હતું આમ પાટોત્સવનો દિવસ ખૂબ જ ધામ દુઃખ થયું ઉજવવામાં આવ્યો હતો


