Gujarat

મહેસાણા તાલુકા પોલીસે ૪,૨૦,૦૩૦નો દારૂનો જથ્થો મુદ્દામાલ સાથે ઝડપીને વધુ તપાસ આદરી

મહેસાણા
વિદેશી દારૂ ભરેલ ગાડી મહેસાણા થઈ અમદાવાદ જવાની બાતમી મહેસાણા તાલુકા પોલીસ નથકના સ્ટાફને મળતા મેવડ ટોલ નાકા પાસે તાલુકા પોલીસે ગાડીને ઝડપવા વોચ ગોઠવી દારૂ ભરેલ ગાડી આવતા જ પોલીસે પકડી પાડી હતી.તપાસ દરમિયાન ગાડી માંથી પોલીસે ૨,૧૩,૮૨૦ કિંમતનો વિદેશી દારૂ મળી કુલ ૪,૨૦,૦૩૦નો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ આદરી છે. મહેસાણા તાલુકા પોલીસ મથકના સ્ટાફને ખાનગી રહે બાતમી મળી હતી કે,ય્ત્ન ૦૧ ઇફ ૩૮૯૫ નંબર ની ગાડીમાં વિદેશી દારૂ ભરી ચાલક મહેસાણા થઈ અમદાવાદ જવાનો છે. બાતમી આધારે તાલુકા પોલીસે મહેસાણા મેવડ ટોલ નાકા પાસે વોચ ગોઠવી એ દરમિયાન દારૂ ભરેલ ગાડી આવતા પોલીસે ઝડપી તપાસ કરતા ગાડીની પાછળની સીટમાં કાળા કલરના કપડાં વડે દારૂ ઢાંકેલો જાેવા મળ્યો હતો. પોલીસે ગાડીમાંથી કુલ ૧૧૮૭ બોટલ કિંમત ૨,૧૩,૮૨૦ તેમજ ગાડી કિંમત ૨ લાખ ,૧ મોબાઈલ કિંમત ૧૦૦૦, રોકડા ૧૨૧૦ મળી કુલ ૪,૨૦,૦૩૦ નો મુદ્દામાલ ઝડપી ગાડી ચાલક મોહનલાલ કાનારામ બિશનોઈને ઝડપી લીધો હતો. સમગ્ર કેસમાં ઝડપાયેલા શખ્સ પોલીસને જણાવ્યા પ્રમાણે ઝડપાયેલી ગાડી તેની પોતાની હોવાની કબૂલાત કરી તેમજ સાચોરના કારોલા ખાતે રહેતો બાબુલાલ બિશનોઈના ઠેકા પરથી નીમ્બારામ થતા સોવન ઝાકલ નામના શખ્સ એ દારૂ ભરાવી દારૂ અમદાવાદના કોબા સર્કલ પર રવિ રાજુ ગેંડી ને આપવાનો હતો.તેમજ પોલીસ તપાસ દરમિયાન ગાડીમાં રહેલ એન્જીન નંબર ઇ ગુજ કોપમાં નાખતા ગાડીનો સાચો નંબર ય્ત્ન૧૨ડ્ઢછ૯૫૮૦ હોવાનું સામે આવ્યું આમ બુટલેગર ગાડીઓ પર ખોટી નંબર પ્લેટો લગાવી દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *