કડકડતી ઠંડીમાં જરૂરતમંદ લોકોને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા વિતરણ કરવામાં આવ્યા
સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) એ ભારતની એક માત્ર રાજકીય પાર્ટી છે કે રાજ્કીય સાથે સામાજિક કામો હમેશાં અગ્રેસર રહે છે. કુદરતી આફત હોય કે લોકોના અધિકાર માટેની લડત હોય તેમા હમેશાં લોકોના સાથે રહી લોકોને મદદરૂપ થતી આવે છે.
આજે આપણે પાકા મકાનોમાં પણ ઠંડીના પ્રકોપમાં થરથરી ઉઠીએ છીએ. ત્યારે કાચા મકાનો અને ઝુંપડા બાંધી રહેતાં નિર્ધાર લોકોની શું પરિસ્થિતિ હશે. તે આપણે સૌ જાણીએ છીએ.
સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) દ્વારા જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે કોઇ પણ જાતના ધર્મ કે જાતિનો ભેદભાવ રાખ્યા વગર ગરીબ અને જરૂરતમંદ લોકોને ધાબળા અને ગરમ કપડાં વિતરણ કરવાની સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી.
SDPI ના કેડર્સ દ્વારા માંગરોળના દૂર દૂર સુધીના વિસ્તારોમાં જરૂરતમંદ લોકોને મદદ પહોંચાડવામાં આવી,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


