Gujarat

માંગરોળ તાલુકા હેલ્થ કચેરી દ્વારા આશા વર્કર બહેનોનું વાર્ષીક સંમેલન યોજાયુ

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં કામ કરતી આશા વર્કર બહેનોનું વાર્ષિક સમેનલ યોજાયું હતું. તાલુકા હેલ્થ કચેરી દ્વારા માંગરોળ કલ્યાણ ધામ ખાતે જૂનાગઢ જિલ્લા હેલ્થ ઓફીસ અને તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા હેલ્થ ઓફીસર તેમજ અગેવાનો દ્વારા આશા વર્કર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવેલ માંગરોળ કલ્યાણ ધામ ખાતે તાલુકા હેલ્થ કચેરીમાં કામ કરતી અને જેમણે વર્ષ દરમિયાન સારી કામગીર બજાવેલ તે બહેનોને જિલ્લા હેલ્થ ઓફીસ અને તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઇ ચુડાસમા અને તાલુકા ભાજપ પ્રમુખ દાના ભાઈ બાલસ અને તાલુકા હેલ્થ ઓફીસ ડો.ડાભી અને અગેવાનો દ્વારા પ્રથમ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂવાત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્ર ગીત ગાઈ મહેમાનોનું સાવગત કરી આવકર્યા હતા .તેમજ આશા વર્કર બહેનોએ સગર્ભા મહિલાઓને ક્યાં સમયમાં શુ કાળજી રાખવી તે વિષે નાટક રજૂ કરવાં આવ્યા હતા. તેમજ માંગરોળ વિસ્તારમાં સારી કામગીરી કરતી આશા વર્કરો બહેનોને વાર્ષિક સંમેલન માં પ્રમાણપત્ર અને પર્સ બેંગ આપી સન્માન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં તાલુકા આશા વર્કર બેહનો તેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ હજાર રહ્યા હતા.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *