સમસ્યા સપ્તાહ શ્રેણી માં અંતિમ પ્રશ્ર્ન ઉઠાવતા આમ આદમી પાર્ટીના મહાવિર સિંહ ચુડાસમાએ પોતાના રજૂઆત પત્રમાં જણાવ્યું હતું કે માંગરોળ નગરપાલિકા નો સો વર્ષ થી વધુનો જન્મ મરણ ના હસ્ત લેખીત રજીસ્ટરો માં સચવાયેલ રેકોર્ડ ધીરે ધીરે આ નષ્ટ થઈ રહ્યો છે માંગરોળ નગરપાલિકામાં કોમ્પ્યુટર યુગમાં પણ પૌરાણિક હસ્તલેખીત વ્યવસ્થા ચાલી રહી છે પરીણામે વારંવાર આવા હસ્તલિખિત જન્મ મરણ રજીસ્ટરો માં ચેડાં થતાં હોવાના બનાવો વારંવાર સામે આવી વિવાદો ઉભા કરી સુધરાઈ ની શાખ ઉપર બટ્ટો લગાડતા બનાવો બની રહ્યા છે ત્યારે આવી તમામ સમસ્યાઓનો નિવારણ માટે સુધરાઈના જન્મ મરણ ના જૂનો હસ્તલિખિત રેકોર્ડ જે નાશ થઈ રહ્યો છે રજીસ્ટરો ના પાનાઓ ખવાઈને નષ્ટ થઈ રહયા છે તેને નવ જીવન બક્ષવા આધૂનિક સરળ ટેકનિક નો ઉપયોગ કરી આવા તમામ બચેલા રેકોર્ડ નુ સ્કેનિગ કરી કોમટરાઈઝ કરી બચાવી લેવા તથા હાલની ચાલુ હસ્તલિખિત વ્યવસ્થા કે જેમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે સુધારા વધારા કરી ચેડાં કરી શકે છે તેને અલવિદા કરી આખી સીસ્ટમ કોમ્પ્યુટરાઈઝ કરી રાજય સરકાર પેપર લેશ ઈ-સરકાર પ્રોજેક્ટ ને અમલી બનાવી સુધરાઈ ના વહિવટને ગતિશીલ અને ફૂલ પ્રુફ બનાવવા આમ આદમી પાર્ટીએ માંગણી કરતો પત્ર પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર ભાવનગર, મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર, અગ્ર સચિવ શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર, મુખ્યમંત્રી, કલેકટર જૂનાગઢ, વહીવટદાર અને પ્રાંત અધિકારી કેશોદ, જુનાગઢ જીલ્લા પ્રભારી મંત્રી રાધવજી પટેલ, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા સહિતનાઓને પાઠવી માંગ કરી હતી
