Gujarat

માંગરોળ સામાજિક સદભાવ સમીતી દ્વારા સમલૈંગિક લગ્ન ને માન્યતા ન આપવા બાબતે મામલતદારને પાઠવ્યુ આવેદન,,,

માંગરોળ સામાજીક સદભાવ સમીતીના નેજા હેઠળ સમસ્ત હિન્દુ સમાજ ની વિવિધ જ્ઞાતી મંડળોના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધી મામલતદાર માંગરોળને આવેદનપત્ર પાઠવી સમલૈંગિક લગ્નને સુપ્રીમ કોર્ટ માન્યતા ન આપે તેવી રજૂઆત કરાઈ
ઉલ્લેખનીય છે કે ભારતની સર્વોચ્ચ અદાલતમાં સમલૈંગિક લગ્નના અધિકારને કાયદેસર બનાવવાનો વૈધાનિક માન્યતા આપવા માટેની અરજી આપવામાં આવી છે જેનુ નિર્ણય લેવાની તૈયારી દર્શાવી ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક વિવાહ ને લઈ ચુકાદો આપવા તત્પરતા દાખવવામાં આવેલ છે ત્યારે આવો કાયદો પસાર ન કરવા બાબતે આવેદન આપવામાં આવ્યુ જેમા જણાવ્યુ છે આવા પ્રકારના લગ્ન ભારતની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા માટે વિઘાતક છે ઉપરાંત ધાર્મીક માન્યતા ઉપર ખરાબ અસર પડશે જેથી આવા સમલિંગીક લગ્ન તથા સમલિંગીક ના કાયદો પસાર નહી કરવાની માંગ સાથે સામાજીક સદભાવ સમીતી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ,,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ,

20230502_192538.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *