Gujarat

માંગરોળના આરેણા ગામે આવેલ  રગતીયા દાદાનો ભવ્ય વાર્ષીક ઉત્સવ ઉજવાયો.. હવન મહાપ્રસાદ ધજા રોહણ રવાડી સહીત અનેક કાર્યક્રમો યોજાયા..  

માંગરોળ તાલુકાના આરેણા ગામ અને લાંગળી નદી કિનારે બિરાજમાન અતિ પ્રાચીન નાગદેવતા શ્રીરગતીયા દાદા ના મંદિર ખાતે વર્ષીક ઉત્સવ ખુબજ ભવ્યતા થી ઉજવાયો.
આ મંદિરમાં છેલ્લા 32 વર્ષથી દર વર્ષે વૈશાખ વદ અગીયારસનો વર્ષીક ઉત્સવ ભુવાઆતા નારણ બાપા ની પ્રેરણાથી ઉજવાય છે જેમાં મહાયજ્ઞ હવન, રવાડી, મહાપ્રસાદ સહીત આયોજન કરાયછે આ અવસરે સમસ્ત ભોઈ સમાજ દ્વારા સવારે ધજા રોહણ નો કાર્યક્રમ રાખેલ હતો આ ઉત્સવમાં આજુબાજુ ના ગામો લોકો સહીત માંગરોળ જુનાગઢ, કેશોદ, પોરબંદર, વેરાવળ, રાજકોટ, અમદાવાદ, તેમજ મુંબઈ જેવા શહેરો ના બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નાગદેવતા શ્રી રગતીયા દાદાના દર્શન સાથે વાર્ષીક ઉત્સવ નો લાભ ઉમટી પડ્યા હતા. આ ઉત્સવમાં સૌ સેવાભાવી લોકો સાથ સહકાર  કાળઝાળ ગરમીમાં છાસ સરબતો, શેરડીનો રસ વગેરે તેમજ સમુહ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ આ હવનને સફળ બનાવવા માટે ભોઈ સમાજના આગેવાનો સહીત આરેણા ગામ ના લોકોદ્વારા ભારે જહેમત ઉઠાવી હતી,,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોલ,,

20230515_143111.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *