જુનાગઢ જિલ્લાના માંગરોળ ની ધ માંગરોળ હોસ્પિટલ ના પાંચ વર્ષ પૂર્ણ થતા બાળકોના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સૌરાષ્ટ્ર ભરના ખ્યાતના ડોક્ટર હોય પોતાની સેવાઓ આપેલ હતી.
આ કેમ્પનો હેતુ વાલીઓએ પોતાના બાળકોને બીમારી અંગે યોગ્ય માર્ગદર્શન મળે અને તેને લગતા નિષ્ણાંત ડોક્ટર પાસે સારવાર મળી રહે માર્ગદર્શન મળી રહે તે માટેનો હતો.
ઘણા બધા બાળકોને એવી તકલીફ હોય છે કે જેની સારવાર ક્યાં કરાવી તે બાબતે વાલીને પૂરતું માર્ગદર્શન હોતું નથી જેથી આ કેમ્પમાં આવેલા તમામ નિષ્ણાંત ડોક્ટરોએ આવા વાલીઓને યોગ્ય જગ્યાએ સારવાર કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ કેમ્પમાં નિષ્ણાંત ડો.જીતેન્દ્ર ગાધે, મગજના નિષ્ણાંત ડો.નિશાંત રાઠોડ, અંતઃસ્ત્રાવી બીમારીના નિષ્ણાંત ડો. ઝલક શાહ ઉપાધ્યાય, આંખના નિષ્ણાંત ડો ઓમ પટેલ, હાડકાના સર્જન રોહન પારવાણી બોલવા તથા સાંભળવાની તકલીફ ના નિષ્ણાંત બુદ્ધભટ્ટી, હૃદયના નિષ્ણાંત ડો સુધીર રુધાણી, દાંતના નિષ્ણાંત ડો સાકીર અમરેલીયા, બાળકોના નિષ્ણાંત ડો જય ચંદ્ર રતનપરા તેમજ સહાયક ડોકટર તરીકે ડો મોઇન સૈયદ, ડો માર્ગી સોમૈયા, ડો અંજલિ ક્રિષ્નાની, ડો હાર્દિક કરમટા, ડો સાહિદ પાવટીવાલા સહિત કુલ 14 ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી.
આ કેમ્પમાં આવતા તમામ દર્દીઓ માટે ચા નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ માતાઓને સ્તનપાન કરવા માટે અલગ જગ્યાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ કેમ્પમાં 1100 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.
હિમાલયા કંપનીમાંથી તાહિર દલ દ્વારા બાળકોને બેબીકેર પ્રોડક્ટ આપવામાં આવી હતી.
આ કેમ્પમાં રાજકીય સામાજિક હિન્દૂ મુસ્લિમ અગ્રણીઓ, નગરપાલીકા સદસ્યો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો, ગામના સરપંચ શ્રીઓ, વેપારીઓ, તમામ હિન્દૂ મુસ્લિમ જ્ઞાતિઓ ના આગેવાનો, વિવિધ સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો, તાલુકાના ડોક્ટર શ્રીઓ, પત્રકારોએ હાજરી આપી હતી.
સેવા આપનાર તમામ ડોક્ટરોનું ડો ઈરફાન ગુજરાતી અને ડો માહિર મેમણ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.
હોસ્પિટલની 5 વર્ષ પૂર્ણ થતા તેમાં સહકાર આપનાર તમામ સ્ટાફનો પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પને સફળ બનાવવા પાલિકા પ્રમુખ મોહમદ હુસેન ઝાલા, ઇકબાલ ભાઈ વાલમ, યાસીર ભાઈ મેમણ, સોએબ ભાભા, ફારૂક હકીમ, અબ્બાસ જડા, ડો ઇમરાન પાવટીવાલા, ઇબ્રાહિમ વરામ, હારુન સાહેબ જેઠવા , મોહમદ હુસેન કુલાલા સહિત હોસ્પિટલના તમામ સ્ટાફ અને સ્વંય સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
પ્રોગ્રામ નું સંચાલન રમેશભાઈ જોશી અને કાસીબ ભાઈ શમાં દ્વારા ખૂબ સરસ રીતે પૂરું કરેલું હતું..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


