માંગરોળ મા ચક્ષુદાન,,
માંગરોળમાં રહેતા કોટેચા ભાવનાબેન પરેશભાઈ ઉ.વર્ષ.50 તે શ્રી પરેશભાઈ પોપટભાઈ કોટેચાના ધર્મપત્નિ ,તેમજ વેરાવળ પીપલ્સ બેંકમાં ફરજ બજાવતા હેમેન્દ્રભાઈ કોટેચાના ભાભી નું તા.29.05.2023 નાં અવસાન થયેલ
સ્વર્ગસ્થ ભાવનાબેન કોટેચાએ મટુબેન છાત્રોડિયાના માધ્યમથી ગત તા.17.05.2023ના રોજ ચક્ષુદાનનો સંકલ્પ કરેલ હતો.અને ખુબ જ ટુંકા ગાળામાં તેમનું નિધન થયેલ.
આથી આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સદગતના ચક્ષુદાન કરવાના સદવિચારને માંગરોળ તાલુકાના વરિષ્ઠ પત્રકારશ્રી વિનુભાઈ મેસવાણિયા દ્વારા આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્રના સંચાલક સામે મુકેલ.
સ્વર્ગસ્થ ભાવનાબેનના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક ને પહોચાડવામાં આવ્યા હતાં
કોટેચા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.ભાવનાબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોલ


