Gujarat

માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, શ્રીરામ ઘુન મંડળ દ્વારા રામનવમી ની શોભાયાત્રાની ભવ્યાતિભવ્ય તઙામાર તૈયારીઓ,,

ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નિકળશે..
જુનાગઢના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, શ્રીરામ ઘુન મંડળ, ગોરક્ષા સંગઠન સહિત વિવિધ હિંદુ સંગઠનો દ્વારા રામનવમી ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરાઈ રહી છે,,
માંગરોળમાં સૌથી વિશાળ અને ઐતિહાસિક શોભાયાત્રા કાઢવા માંગરોળ સુશોભન કરાઈ રહ્યુ છે જેમા  શહેરના મુખ્ય ચોકમા રંગોળી કરી મુખ્ય ચોકો પર ગેટ બાંધી પોસ્ટરો લગાડવામા આવ્યા છે તેમજ શોભાયાત્રાના રુટ મા દુકાને દુકાને કેસરી જંડીઓ થી ગામને સજાવવામા આવ્યુ છે શોભાયાત્રા ના રુટો પર સંગઠનો દ્વારા સરબતો ઠંડાપીણા ની વ્યવસ્થા કરવામાં આવી છે,
રામનવમી તારીખ ત્રીસ ના રોજ સાંજે ચાર વાગ્યે હરીકિરતનાલય ઘુન મંદિર બહારકોટ થી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શ્રીરામ ધુન મંડળ ના નેજા હેઠળ નીકળતી શોભાયાત્રા મા વિવિધ હિંદુ સંગઠનો ઘુન મંડળો, હિંદુ સમાજ ની જ્ઞાતીઓ ઍ બનાવેલાં આકર્ષક ફલોટ સાથે જોડાશે તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ચાલતી રામ પારાયણ ના સભ્યો સાથે કથાકાર શાસ્ત્રી નાગેન્દ્રજી વોરા તેમજ સાથે દરેક હિંદુ જ્ઞાતીઓના આગેવાનો, દરેક હીંદુ સંગઠનો, ઘુન મંડળીઓ સહિત ભાઇઓ બહેનો, વેપારી ભાઈઓ  બપોરે બે વાગ્યા પછી ઘંઘા રોજગાર બંઘ રાખી રામલલાના જન્મોત્સવ ની શોભાયાત્રા જોડાઈ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામા આવશે ,,,,
વિનુભાઇ મેસવાણીયા માંગરોળ,

IMG-20230328-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *