માણાવદરના વાડાસડા ગામના પ્લોટ વિસ્તારના રસ્તા રૂ.૫ લાખના ખર્ચે પેવર બ્લોકથી મઢવામાં આવશે. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં આ પેવર બ્લોકના કામને ૧૫ ટકા વિવેકાધીન (સામાન્ય) જોગાવાઈના અનુદાન હેઠળ મંજૂરી આપવામાં આવી છે. આમ, આ પેવર બ્લોકથી રસ્તાનુ કામ થવાથી ગ્રામજનોની સુખ સુવિધામાં વધારો થશે.
