જૂનાગઢ એસબીઆઇ આરસેટી તેમજ લીડ બેન્ક જૂનાગઢ દ્વારા ગ્રામ્ય યુવાનો અને યુવતીઓ માટેના ઔદ્યોગિક સાહસિકતા અંતર્ગત તાલીમ લેવા માટે જાગૃકતા કેમ્પ તેમજ નાણાંકીય સાક્ષરતા કેમ્પનુ માણાવદર તાલુકાનાં સરદારગઢ, જીન્જરી, એકલેરા આને કોડવાવ ખાતે યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં યુવાનો તેમજ યુવતીઓએ ભાગ લીધો હતો અને તાલીમ અંગેની જાણકારી મેળવી હતી.


