Gujarat

માણાવદરમાં સિધ્ધનાથ મહિલા મંડળ દ્વારા કુટીર મેળો યોજાયો

સમય અને સંજોગ બદલાતા અબળા ગણાતી નારી આજે સબળા બની છે પુરુષ સમોવડી બનીને તે પુરુષના વ્યવસાયલક્ષી પગલે ચાલી રહી છે એક સમયે સ્ત્રી ઘરની બહાર પણ નીકળતા શરમ અનુભવતી હતી ત્યાં આજે તે અવનવા ક્ષેત્રોમાં જોડાઈ પુરુષોને પણ ટક્કર આપી છે.
તેનો દાખલો માણાવદરના સથવારા સમાજની મહિલાઓએ નિર્મિત કરેલું સિધ્ધનાથ મહિલા મંડળ છે આ મહિલાઓએ લઘુઉદ્યોગ સ્થાપી આવી કાળજાળ મોંઘવારીમાં લોકો સસ્તા ભાવની વસ્તુઓ ખરીદી શકે તે માટે તેમણે માણાવદરમાં કુટીર મેળાનું આયોજન ત્રણ દિવસ કર્યું છે. આ મેળામાં તેમને બનાવેલી હોમમેડ જેવી કે પાપડ, ચીકી, ચેવડો, વાટ, ચોકલેટ કુર્તીપુરીનું રાહત ભાવે વેચાણ કરેલ છે તેમજ હેન્ડલુમ ઘરઘંટી, અગરબત્તી, ફાસ્ટફૂડ, તથા અન્ય વસ્તુઓ એકદમ પરવડે તેવા ભાવમાં વેચી સ્ત્રીઓને આવા મેળા યોજવાની શીખ આપી હતી મોંઘાઈને સ્ત્રી જેટલું સમજતી હોય તેટલું પુરુષ ના સમજે એવા હેતુ સબ આ કુટીર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20230105_160541.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *