Gujarat

માતરના ભલાડા ગામે ૧૨૧ દીકરીઓના સમૂહલગ્ન યોજાયો.

મકસુદ કારીગર,કઠલાલ
માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના સહયોગથી ભલાડા ગામે ચોકડી પર દ્વીતીય નિઃશુલ્ક ક્ષત્રિય સમાજના સમૂહલગ્નત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરીબ વર્ગની ૧૨૧ દિકરીઓના નિશુલ્ક સમુહલગ્ન  ધામધુમથી કરવામાં આવ્યાં હતા.
આ પ્રસંગે ટ્રાફિક અવેરનેસને લઇ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા અને કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ટ્રાફિકના નિયમોને લઈને શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ બાબતે માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારે જણાવ્યું હતું કે  ” અમે જે સમાજમાંથી આવે છે તે સમાજમાં લોકો આર્થિક રીતે નબળા હોય છે. જ્યારે તેઓ પોતાના ઘરે પોતાના દીકરા કે દીકરીને લગ્ન કરવાના થાય ત્યારે પોતાની પાસે રહેલી ખેતીની જમીનને ગીરવે મૂકી અથવા ખેતરમાં રહેલા વૃક્ષો વેચીને પ્રસંગ કરી દેવુ કરતા હોય છે. જેના કારણે અમે અગાઉ વર્ષ ૨૦૨૨માં પણ નિશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.” આ વર્ષે તેમણે ચંદ્રેશભાઈ પટેલ તથા કિરણભાઈ પટેલ બંને મિત્રોના સહયોગથી અને દાતાઓના સહયોગથી સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.
વધુમાં ધારાસભ્યએ જણાવ્યું કે તેઓ પોતે સામાન્ય પરિવારમાંથી આવતા હોવાથી લગ્નમાં ખોટો ખર્ચો ના થાય તે હેતુસર આ આયોજન કર્યું હતું. વધુમાં તેમણે સમાજના લોકોને ડીજે અને દરુખાનાના ખોટા ખર્ચા ના કરવા અને શિક્ષણમાં આગળ વધવા તેમજ સમૂહલગ્નમાં લગ્ન કરવાં માટે તેમણે અપીલ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, નાયબ દંડક રમણભાઈ સોલંકી, પોલીસ અધીક્ષક રાજેશ ગઢીયા, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ અનેં ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, મહામંત્રી અપૂર્વભાઈ પટેલ, રાજેશ પટેલ, અમિત ડાભી, , અમૂલ ડેરી ચેરમેન વિપુલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ચાવડા, ચંદ્રેશભાઇ પટેલ (પોપટભાઈ), તેમજ દાતાઓ અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

10.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *