ભરત ગંગડેવ
ડીસા તાલુકાના માલગઢની જોધપુરીયા ઢાણીમાં લચ્છાજી માલાજી ગેલોત પરિવારમાં “થલવાડની ધણીયાણી” નીમ્બેશ્વરી-નીમજર માતાજી આરાધ્ય દેવીની આરાધના અર્થે જાગરણ યોજાઈ હતી જેમાં દિનેશ ઉમાજી ગેલોત,છોટે પ્રકાશ,સુરેશ સોલંકી અને વિજય પરમારે સુંદર ભજનો પ્રસ્તુત કર્યા હતા.ઉપસ્થિત ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓએ ખુશ થઈને પ્રશસ્તિ નાણાં ઘોળ કરી હતી અને ભજનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.આબાલ વૃદ્ધ સૌકોઈએ ભજન સંધ્યાને સાદર માણી હતી.


