માળિયાહાટીના તાલુકાના ધરમપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષના મહિલા તેમની ૩ વર્ષની પુત્રી સાથે તા.૯-૫-૨૩ને રાતના ધરમપુર ગામેથી ગુમ થયા છે. મહિલાની ઉંચાઇ ૪.૧૧ ફુટ, બાધો મધ્યમ અને રંગ ગોરો છે. તેમણે સાડી પહેરેલ છે. તેમજ તેમની ૩ વર્ષની પુત્રીની ઉંચાઇ ૨ ફુટ, બાધો મધ્યમ અને રંગ ગોરો છે. તેમણે ફ્રોક પહેરેલ છે. આ માતા-પુત્રીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માળિયાહાટીના પોલીસે જણાવ્યું છે.
