—
જૂનાગઢ તા.૩ માર્ચ, ૨૩ (શુક્રવાર) માળીયાહાટીના તાલુકા મામલતદાર કચેરી દ્વારા તાલુકા પંચાયત કચેરી માળિયાહાટીના ખાતે તાલુકા પંચાયત કચેરીના કર્મયોગીઓનો બિનચેપી રોગોની તપાસણીનો કેમ્પ યોજાયો હતો.
તાલુકા આરોગ્ય કચેરી માળીયા હાટીના, આરબીએસકે ટીમ, સીએચઓના સહયોગથી માળીયાહાટીના મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત માળીયા હાટીના કચેરીના સ્ટાફની એનસીડી સ્ક્રીનીંગ અંતર્ગત બી.પી., ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી. આ તકે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ બિનચેપી રોગો વિશે પ્રાથમિક માહિતી માળીયાહાટીના તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. આભા મલ્હોત્રા, તાલુકા આરોગ્ય સુપરવાઇઝર મિતેશ કચોટ, આરબીએસકે ટીમ અને સીએચઓ ડો. વોરા દ્વારા આપવામાં આવી હતી