સુરત
ઓડિશા રેલ દુર્ઘટનાને પગલે હવે રાજ્યમાં રેલવેની સતર્કતામાં વધારો થયો છે. હવે રાજ્યમાં રેલવે દ્વારા ઈન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવામાં આવશે. આ સમગ્ર તપાસનો રિપોર્ટ આગામી ૧૪ જૂન સુધી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઓડિશા જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે રેલ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. ઈન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવાનો આદેશ જાહેર કરાયો છે. આ અંતર્ગત પશ્ચિમ રેલવેના તમામ સ્ટેશનો પર ચકાસણી કરવામાં આવશે. મુંબઈ ડિવિઝનના સુરત, ઉધના, ભેસ્તાન, મરોલી, નવસારી, વાપી, વલસાડમાં પણ ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અગાઉ ઓડિશામાં રેલ દુર્ઘટનાના પગલે સમગ્ર દેશમાં રેલવે વિભાગે સતર્કતાનો વધારો કર્યો છે.
