ભારત સરકારશ્રીના આઈડીએસપી પ્રોગ્રામ અંતર્ગત આઈએચઆઈપી સોફ્ટવેરમાં વર્ષ 2022 દરમિયાન પી-ફોર્મની ખૂબ સારી કામગીરી કરી ગીર સોમનાથ જિલ્લામાં પીએચસી તડએ દ્વિતિય નંબર મેળવ્યો છે.
નોંધનીય છે કે પી ફોર્મ પીએચસી પર ડોક્ટર્સ દ્વારા તપાસ કરવામાં અને શંકાસ્પદ કોઈ રોગ નક્કી કરવાની કામગીરી નિભાવે છે જ્યારે એલ ફોર્મ લેબોરેટરીમાં તપાસ કરતા રોગ નક્કી કરવામાં આવે છે. દા.ત. મેલેરિયા, ટાઈફોઈડ જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ. આમ આરોગ્ય ક્ષેત્રે ગીર સોમનાથમાં પી-ફોર્મની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
