મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ધોળાકુવા ગામે રૂપિયા ૧૬ લાખના ખર્ચે થનાર રોડ રિસર્ચિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ મંત્રી ધવલભાઈ પટેલ, મંત્રી ધૂળસિંહ સોલંકી, તાલુકા પ્રમુખ ગણપતસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના આગેવાન મુળરાજસિંહ સોલંકી, ગામના સરપંચ રણજીતસિંહ ઝાલા અને વિધાનસભાના મીડિયા સેલ સહ કન્વીનર રાજેશભાઈ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.


