Gujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જીલ્લાઓના વડાઓ અને શૈક્ષણિક સ્ટાફ સાથે યોજાઈ વિડીઓ કોન્ફરન્સ વર્ચુઅલ મીટમાં છોટાઉદેપુર જીલ્લા કલેકટર, ડીડીઓ, જી.પ પ્રમુખ સહીત તમામ અધિકારીઓ જોડાયા.

આગામી ૧૨ થી ૧૪ જુન દરમિયાન ગુજરાતભરમાં શાળા પ્રવેશોત્સવ યોજવા જઈ રહ્યો છે. જેને લઈને મુખ્ય મંત્રી, શિક્ષણ મંત્રી, મુખ્ય સચિવ, શિક્ષણ સચિવ સહીતના અધિકારીઓ- પદાધિકારીઓગાંધીનગરથી વર્ચુઅલ મીટમાં જોડાયા હતા. જેમાં શિક્ષણ સચિવ દ્વારા ત્રણ દિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં શિક્ષણ સચિવ વિનોદ રાવે તમામ અધિકારીઓને બ્રીફિંગ ડીટેઈલ આપી હતી.
છોટાઉદેપુરના વીસી હોલમાં જીલ્લા કલેક્ટર, જીલ્લા પંચાયતના પ્રમુખ ડીડીઓ, ડીઈઓ, ડીપીઓ, આરોગ્ય અધિકારી સહીત તમામ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીમાંથી ગાંધીનગરના વર્ગ-૧ના ૭ સીનીયર અધિકારીઓના નામ પ્રવેશોત્સવ માટે ડીપીઓ કચેરીમાં મોકલવવામાં આવેલા છે. કલેકટરે સુચન કરેલું હતું કે આ ત્રણ દિવસના તેમના પ્રવેશોત્સવના પ્રવાસમાં તેમને લાઈઝનીંગ માટે અલાયદા અધિકારીઓ ફાળવવામાં આવશે અને તેમને રહેવાની તથા શાળા વિઝીટની ખાસ તકેદારી રાખવામાં આવશે. તેમજ જીલ્લાની અને રાજ્યની સરહદ પર આવેલા બોર્ડર વિલેજ જેવા સ્થળોએ અધિકારીઓપદાધિકારીઓ હાજરી આપશે અને આપણા જીલ્લાના જે તે અધિકારી પોતાના વિભાગની વિગતો પણ બહારથી આવેલા અધિકારીઓને રજુ કરશે. છોટાઉદેપુર જીલ્લામાં કૂલ ૧૨૫૧ પ્રાથમિક શાળામાં ધોરણ ૧માં ૨૩૩૬ જેટલા બાળકો એડમીશન લેવાના છે અને રોજના ૧૦૦ કરતા વધારે રૂટ પ્રવેશોત્સવ માટે સેટ કરવામાં આવેલા છે.
વડાપ્રધાને ૨૦ વર્ષ પહેલા શરુ કરેલી એક શરૂવાત આજે મિસાલ બની ગઈ છે. કન્યા કેળવણી તેમજ વધુ બાળકોના પ્રવેશ શાળાઓમાં થાય તેવો આશય આ મહોત્સવનો છે. વર્તમાન મુખ્યમંત્રીએ પણ તત્કાલીન મુખ્યમંત્રી એ જપેલા બીડાને ઉપાડીને ૧૦૦ % નામાંકન થાય તે માટે તમામ પ્રયત્નો કરી છુટવા માટે આહ્વાન કર્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1686141041191_7072188113633983717.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *