ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ પ્રેરિત રાજનીતિએ, ડેવલોપમેન્ટ ડ્રીવન પોલિટિક્સે પોઝિટીવ રિઝલ્ટ આપ્યાં છે. વડાપ્રધાન મોદીએ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સાકાર થાય તેવી દિશા ચીંધી છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડે એ દિશામાં ચાલી પોતાના ગ્રોથ-વિકાસનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચાડ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ-ય્દ્ગહ્લઝ્રની કોફીટેબલ બૂક ‘ગ્રોથ ધેટ ટચિસ લાઇવ્સ’નું વિમોચન ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ કરાવેલી ૧૦૦ ટકા નીમ કોટેડ યુરિયાની પહેલનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ ય્દ્ગહ્લઝ્રને સ્વસહાય જુથની મહિલા દ્વારા નીમ સીડ કલેકશન અને નીમ ઓઇલ ઉત્પાદનની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવાનું સૂચન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ય્દ્ગહ્લઝ્રની ૪૭ વર્ષની વિકાસ યાત્રા ગ્રોથ સ્ટોરીને બિરદાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની કુલ જરૂરિયાતનું ર૦ ટકા યુરિયા ય્દ્ગહ્લઝ્ર દ્વારા પુરૂં પાડવામાં આવે છે. ગત નાણાકીય વર્ષે ય્દ્ગહ્લઝ્ર દ્વારા શેરધારકોને હાઇએસ્ટ ડિવીડન્ડ આપવામાં આવ્યું છે, ઉપરાંત ય્દ્ગહ્લઝ્ર એ હાઇએસ્ટ રેવન્યુ જનરેટ કર્યુ છે. આ પ્રસંગે ય્દ્ગહ્લઝ્રના ચેરમેન વિપુલ મિત્રાએ ય્દ્ગહ્લઝ્રની ૪૭ વર્ષની ગ્રોથ સ્ટોરીમાં રાજ્ય સરકારના સહકાર અને સહયોગની વિગતો મુખ્યમંત્રીને આપી હતી. ય્દ્ગહ્લઝ્રના મેનેજીંગ ડિરેક્ટર પંકજ જાેષીએ કંપનીની ‘ઝિરો ઇફેક્ટ, ઝિરો ડિફેક્ટ’ પ્રોડક્શન પોલિસી અને નવી ડિવીડન્ડ પોલિસીની વિગતો મુખ્યમંત્રીશ્રીને આપી હતી. આ પ્રસંગે ય્દ્ગહ્લઝ્રના અન્ય અધિકારીઓ, હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.


