Gujarat

મેંદરડાના બાબરાતીર્થ ગીર ગામે પાંચ સિંહોએ ગાયનું મારણ કર્યું

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બાબરાતીર્થ ગામની ગામની મુલાકાત લીધી
રાત્રિના ગીર વિસ્તારના ખેડૂતો ઉપર વન્ય પશુઓના કારણે જોખમ. તાત્કાલિક સૂર્યોદય વીજ યોજના અંતર્ગત દિવસે વીજ પાવર આપવા ધારાસભ્ય લાડાણીએ માંગ કરી
માણાવદર વંથલી મેંદરડા મતવિસ્તારના જાગૃત ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગતરાત્રિના બાબરા તીર્થ ગીર વિસ્તારમાં પાંચ સિહોએ ગાયનું રોડ ઉપર મારણ કરતા સમગ્ર વિસ્તારમાં ભય પ્રસરી ગયો છે. જેની જાણ થતાં જ મારતી ગાડીએ ધારાસભ્ય અરવિંદ લાડાણી બાબરા તીર્થ ગામે પહોંચ્યા હતા તથા ગ્રામજનોની મુલાકાત કરી વિગતો જાણી હતી.
રાત્રિના 11:00 વાગે સિહોએ ગામમાં આવી રોડ ઉપર ગાયો આવી મારી નાખે તેને સાચવવા વન વિભાગ તેની જવાબદારી નિભાવે સિંહોને રોડ ઉપર આવવું પડે તેની યોગ્ય રખેવાળી વન વિભાગ કેમ કરતી નથી? સિંહોએ ગાયનું મરણ કર્યું. માનવનું મરણ કરશે તો? તેની જવાબદારી કોની? વન્ય જીવોથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. રાત્રિના ગીર વિસ્તારના ખેડૂતો ઉપર પણ વન્યજીવનનું જોખમ રહે છે રાત્રિના ખેતરે કામ કેમ કરવું. જેથી તાત્કાલિક સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી આપવા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ માંગ કરી છે
તસવીર જયદીપ બરવાડીયા
રિપોર્ટર જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20230128-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *