Gujarat

મોટર સાયકલ (ટુ વ્હીલર) તથા ફોર વ્હીલર (એલ.એમ.વિ. મોટર કાર) વાહનોની પેન્ડિંગ સીરીઝ GJ 08 માં બાકી રહેલ ગોલ્ડન અને સિલ્વર નંબરો માટેના રી – ઓક્શન યોજાશે

પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી પાલનપુર (બનાસકાંઠા) દ્વારા મોટર સાયકલ (ટુ વ્હીલર) તેમજ ફોર વ્હીલર (એલ.એમ.વિ. મોટર કાર) વાહનોની પેન્ડીંગ સીરીઝ GJ 08 માં ગોલ્ડન/સીલ્વર નંબરો માટેની હરાજી તા.૨૦/૦૧/૨૦૨૩ ના ખોલવામાં આવશે. તો ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ–૭ માં કરાવી ONLINE https://parivahan/gov .in/fancy  ૫૨ ૨જીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે.
(૧) તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૧૮/૦૧/૨૦૨૩ સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન ક૨વાની ૨હેશે.
(૨) તા.૧૮/૦૧/૨૦૨૩ થી ૨૦/૦૧/૨૦૨૩ ના રોજ AUCTION નું બિડીંગ ઓપન થશે.
(૩) તેમજ હરાજીમાં સફળ થયેલ અરજદારોને નંબરની ફાળવણી કરવામાં આવશે.
        વાહન સેલ લેટ૨માં સેલ તારીખથી ૬૦ દિવસ અંદરના જ અ૨જદારોએ હરાજીમાં ભાગ લેવો સમય બહારની અરજીઓ રદ ક૨વામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયુ છે.
અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *