સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ડી.ડી. ૧૧ ગિરનાર ચેનલમાં તા. ૧૮/૩/૨૦૨૩ ના દિવસે બપોરે ૦૧:૩૦ કલાકે કાર્યક્રમ દર્શાવશે .
———————————————————————
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકના મોટા ચરોડિયા જેવા નાનકડા ગામમાં રહેતા રાષ્ટ્રીય વિજ્ઞાન સંશોધક અને છેલ્લા છ દાયકાથી શિક્ષણના ભેખધારી શિક્ષક એવા શ્રી નાનાલાલભાઈ બી. ત્રિવેદીના નિવાસમાં આવેલા જીંદગીભરનાં વિજ્ઞાન સંશોધનના વિજ્ઞાન ભવનમાં તેમની સો જાતની વિજ્ઞાનને લગતી વિવિધ શોધોનું નજરાણું કાર્યરત છે. . વિવિધ મોડયુઅલ નદીઓના જળ સંગ્રહ , રેતીઓ , વિશ્ર્વના બાકસ બેટરી ટપાલ ટિકિટ, દુનિયાભરનું ચલણીનાણું, બલ્બ, બેટરી, દીવા વેસ્ટમાંથી બેસ્ટ અને અજાયબ દર્શક યંત્રો, અલભ્ય પુસ્તકો અને અને નમૂનાઓ હાલમાં છે. તથા ૭૨ દિવાઓની સ્યંમસંચાલિત દીપમાળા વિજ્ઞાન ભવનમાં છે. શ્રી નાનાલાલભાઈ ત્રિવેદી અને તેમના ધર્મ પત્ની નિવૃત શિક્ષિકા શ્રીમતી ભાનુમતિબેન ત્રિવેદીએ સને ૧૯૬૨માં આરંમ કરેલ વિજ્ઞાન ભવન ગાયડાઓનું અનોખું વિજ્ઞાન ભવન સંશોધનનું અણમોલ પ્રેરણાદાયી વિજ્ઞાન દર્શન છે. ટેક્નોલોજી યુગમાં તેમના પૌત્ર યશભાઈ ત્રિવેદી ટેકનિકલ સહાયક છે.
આ વિજ્ઞાન ભવનનું રાજકોટ દૂરદર્શન ટીમ દ્વારા શુટિંગ થયું હતું. જેમાં કાર્યક્રમ નિર્માતા (૧) આસિફભાઈ થીબા (૨)કાર્યક્રમ સહાયક સાગરભાઈ પંડ્યા (૩) છાયા શ્રી જયદીપસિંહ જાડેજા (૪) તંત્રી શ્રી નરેશભાઇ સાપોવાડિયા (૫) તંત્ર સહાયક શૈલેષભાઈ દવે, રાજુભાઈ ધુલિયા (૭) સંકલન રિશી ત્રિવેદી એન્કરશ્રી રેખાબેન મારૂ. આ ટી,વી ટીમ દ્વારા થ્યેલું હતું.
નાનાલાલભાઈ ત્રિવેદી.ના આ ટી.વી કાર્યક્રમનું નામ જીવનયાત્રા નાનાભાઈ ત્રિવેદી છે. . ટી.વી કાર્યક્રમ તા. ૧૮/૦૩/૨૦૨૩ ના દિવસે બપોરે ૧/૩૦ કલાકે ડી.ડી. ૧૧ ગિરનાર ચેનલમાં નાનલાલભાઈની જીવનયાત્રા વિશે શ્રી રેખાબેન મારૂએ લીધેલ ઇન્ટરવ્યૂનું પ્રસારણ દૂરદર્શનમાં દર્શાવાશે. વિડિયોની સંગાથે મોબાઇલમાં (યુટ્યબ) મા કાર્યક્રમ નિહાળી શકાશે. પ્રસ્તુતિ દૂરદર્શન કેન્દ્ર રાજકોટ દ્વારા થયેલ છે. . નાના એવા ગામડાના કર્મઠ શિક્ષકની વિશાળ ફલક ઉપરની વિજ્ઞાન શોધો અને જીવનયાત્રા દર્શન સૌ દર્શન થી કાર્યક્રમ નિહાળનારને પ્રેણાત્મક બનશે.
આ કાર્યક્રમનું વ્યસ્થાપન પ્રેરણા લેખક સુધીરભાઈ મહેતા (રાષ્ટ્રીય એવાર્ડ ટીચર ) કુકડ કેન્દ્રવર્તી શાળા આચાર્ય , સરસ્વતીબેન ત્રિવેદી તથા યોગેશકુમાર દવે, વરલટાણાં પ્રાથમિક શાળા શિક્ષક સહાયક તરીકે કાર્ય કર્યું હતું.


