Gujarat

મોટા ચારોડીયાના રાષ્ટ્રિય વિજ્ઞાન સંશોધક આજીવન શિક્ષણના ભેખધારી નાનાલાલભાઈ ત્રિવેદીનો દુરદર્શનમાં કાર્યક્રમ પ્રસારણ થશે.

મોટા ચારોડીયાના રાષ્ટ્રિય વિજ્ઞાન સંશોધક આજીવન શિક્ષણના ભેખધારી નાનાલાલભાઈ ત્રિવેદીનો દુરદર્શનમાં કાર્યક્રમ પ્રસારણ થશે.
ડી.ડી. ૧૧ ગીરનાર ચેનલમાં તા. ૧૮/૦૩/૨૦૨૩ શનિવારે બપોરે ૧:૩૦ કલાકે કાર્યક્રમ દર્શાવાશે.
ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા નાનકડા ગામડામાં રહેતા રાષ્ટ્રિય વિજ્ઞાન સંશોધક અને છેલ્લા છ દાયકાથી શિક્ષણના ભેખધારી એવા શ્રી નાનાલાલભાઈ બી. ત્રિવેદીના નિવાસમાં આવેલ જીંદગીભરના વિજ્ઞાન સંશોધનનું વિજ્ઞાન ભવનમાં તેમની સો જાતની વિવિધ શોધોનું નજરાણું કાર્યરત છે. વિવિધ મોડયુલ્સ તથા નદીઓના જળ સંગ્રહ, રેતીઓ, વિશ્વના બાકસ, બેટરી, ટપાલ ટીકીટ, દુનિયાભરના ચલણ નાણું, બલ્બ, બેટરી, દીવા, વેસ્ટમાંથી બેસ્ટ અનેક અજાયબદર્શક યંત્રો તથા અલભ્ય પુસ્તકો અનેક નમુનાઓ હાલમાં છે. તથા ૭૨ દીવાની સ્વયં સંચાલિત દીપમાળા વિજ્ઞાન ભવનમાં છે. શ્રી નાનાલાલભાઈ તથા ધર્મપત્ની ભાનુમતીબેન ત્રિવેદીએ સર્ન. ૧૯૬૨ આરંભ કરેલ વિજ્ઞાન ભવન ગામડામાના અનોખા વિજ્ઞાનમાં સંશોધકનું અણમોલ પ્રેરણાદાયી વિજ્ઞાન દર્શન છે. હાલના ટેકનોલોજી યુગમાં તેમના પોત્ર યશભાઈ ત્રિવેદી ટેકનીકલ સહાયક છે.
આ વિજ્ઞાન ભવનનું રાજકોટ દુરદર્શન કેન્દ્રની ટીમ દ્રારા શુટીંગ થયું હતુ. જેમાં કાર્યક્રમ નિર્માતા શ્રી આસીફભાઈ થીબા, કાર્યક્રમ સહાયક શ્રી સાગરભાઈ પંડયા, છાયા શ્રી જયદીપસિંહ જાડેજા, તંત્રી શ્રી નરેશભાઈ સાયોવાડીયા, તંત્ર સહાયક શ્રી શૈલેષભાઈ શ્રી રાજુભાઈ ધુલીયા, સંકલન શ્રી રિશિભાઈ ત્રિવેદી, એન્કરશ્રી રેખાબેન મારુ. આ દુરદર્શન ટીમ દ્રારા થયુ હતુ.

નાનાલાલભાઈ ત્રિવેદીના આ ટી.વી. કાર્યક્રમનું નામ “જીવન યાત્રા : નાનાલાલ ત્રિવેદી’’ છે. ટી. વી. કાર્યક્રમ તા. ૧૮/૦૩/૨૦૨૩ શનિવારે બપોરે ૧:૩૦ કલાકે ડી.ડી. ૧૧ ગીરનાર ચેનમાં નાનાલાલભાઈ ત્રિવેદીની જીવન યાત્રા વિશે શ્રી રેખાબેન મારુ (એન્કરશ્રી) એ. લીધેલ ઈન્ટરવ્યુનું પ્રસારણ દુરદર્શનમાં દર્શાવાશે. વિડીયોની સંગાથે મોબાઈલમાં (યુટયુબમાં) કાર્યક્રમ નિહાળી શકાશે. પ્રસ્તુતી દુરદર્શન કેન્દ્ર રાજકોટ દ્વારા થયેલ છે. નાના એવા ગામડાના કર્મઠ શિક્ષકની વિશાળ ફલક ઉપરની વિજ્ઞાન શોધો અને જીવન યાત્રાનું દર્શન સૌ કાર્યક્રમ નિહાળનારને પ્રેરણાત્મક બનશે.
આ કાર્યક્રમનુ વ્યવસ્થાપન પ્રેરણા લેખક સુધીરભાઈ મહેતા (રાષ્ટ્રીય એવોર્ડ ટીચર) તથા કકડ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય શ્રી સરસ્વતીબેન ત્રિવેદી અને વરલટાણા Evidence શાળાના આદર્શ શિક્ષક શ્રી યોગેશકુમાર દવે સૌએ સહાયક તરીકે કાર્ય કર્યુ હતુ. ( અતુલ શુક્લ દામનગર.)

IMG-20230317-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *