મોટી કુંકાવાવ: જીજ્ઞાસા પ્રાથમિક શાળા ખાતે નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત દાંતો ના રોગ નું ચેક અપ યોજાયું. કુંકાવાવ તા,૧૩/૪/૨૦૨૩ ના રોજ સવારે ૯.૦૦ થી ૧૧.૩૦ કલાકે જીજ્ઞાસા પ્રાથમિક શાળા ખાતે સ્વસ્થ દાંત,સ્વસ્થ શરીર વિશે નાનાં બાળકો માં જાગ્રૃતી માટે એક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકો ના દાંત નું ચેક અપ કરી દવા પણ આપવામાં આવી હતી.ડોકટર શ્રી યુ,જી,પરમાર દ્વારા નાના બાળકો ને દાંત ની સંભાળ કેવી રીતે રાખવી તેમજ શરીર ની સ્વસ્થતાની જાળવણી કેમ કરવી તેના વિશે માહિતગાર કરવામાંઆવેલહતા. આ કેમ્પ માં ડો,નિશાદ,હેલ્થ સ્ટાફ થી હિરેનભાઇ ગોસાઈ તેમજ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહેલ હતા.સ્કુલ માં આ સુંદર ચેક અપ કેમ્પ ના આયોજન બદલ પ્રિન્સીપાલ દેવમુરારી સાહેબે ડોક્ટર શ્રી તેમજ સ્ટાફ ની કામગીરી બિરદાવી હતી. .


