Gujarat

મોરબીના મહેન્દ્રનગર નજીક પોલીસની રેડ પડી, ૪.૧૦ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી
મોરબી જિલ્લાના દારૂ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ નજીક તળાવ જવાના રસ્તે દારૂનું કટિંગ ચાલતું હોય તેવી માહિતી બી ડીવીઝન પોલીસને મળી હતી. પોલીસે રેડ કરી દારૂની ૧૩૨ બોટલ અને વાહન સહિત ૪.૧૦ લાખનો મુદામાલ જપ્ત કરી બે ઈસમોને ઝડપી લીધા છે. મોરબી સિટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહેન્દ્રનગર આઈટીઆઈ બસ સ્ટેન્ડ પાછળ તળાવ જવાના રસ્તે બોલેરો ગાડીમાં દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી ૧,૧૦,૦૪૦ રૂપિયાની કિંમતની અંગ્રેજી દારૂની ૧૩૨ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને બોલેરો ગાડી સહિત કુલ ૪.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી મુકેશ ધરમશી નીરશ્રીત અને ઈશ્વર કુંભાભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપી સુરેશ નાથુભાઈ સાલાણીનું નામ ખુલતા તેની વિરુદ્ધ કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયાની ટીમના ભગવાન રામજીભાઈ, ભરત આપાભાઈ, કલ્પેશ અમરશીભાઈ, બ્રિજેશ જેસંગભાઈ, રમેશ રાયધનભાઈ, પ્રદીપસિંહ બહાદુરસિંહ, ચંદ્રસિંહ કનુભા, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ સહિતની ટીમ જાેડાયેલ હતી.

Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *