Gujarat

મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટસ કોલેજ માં ટીબી અને એચઆઈવી એડ્સ રોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.    

જેતપુર પાવી તાલુકા ના પાવીજેતપુર ખાતે ખાતે આવેલ મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટસ કોલેજ માં ટીબી અને એચઆઈવી એડ્સ રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર એચઆઈવી પ્રોગ્રામ મેનેજર સોહેલ મનસુરી કાઉન્સેલર ઈશ્વરભાઈ રાઠવા વિકલ્પ વુમન્સ ગ્રુપ બોડેલી ના સ્ટાફ અને કોલેજના પ્રિન્સિપાલ હર્ષદભાઈ રોહિત, કોલેજના અધ્યાપક મહેન્દ્રસિંહ ડોડીયા અને તમામ શિક્ષક સ્ટાફ તેમજ કોલેજના સંચાલિત અરવિંદભાઈ રાઠવા ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોત્તરી નું આયોજન પણ થયું હતું જેમાં વિજેતા વિદ્યાર્થી ઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ રીતે સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230123-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *