Gujarat

યાત્રાધામ અંબાજી ખાતે કનકેશ્રવરી દેવીના વ્યાસપીઠે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને નેતા જોડાયા

સ્વર્ગીય મુળાભાઈ ગોકલાણી પરિવાર વારાહી દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા અંબાજી ખાતે યોજાઈ*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે કનકેશ્રવરી દેવીના વ્યાસપીઠે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને નેતા જોડાયા. ભાજપ રાષ્ટ્રીય મહા સચિવ કૈલાશ વિજયવર્ગીય પહોંચ્યા કથા માં અને અંબાજી પહોંચી ગણેશ ભવન માં ચાલી રહેલી ભાગવત કથા માં લીધો ભાગ. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજય વર્ગીય યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા, કૈલાશ વિજય વર્ગીય શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચી માં અંબા ની પૂજા અર્ચના સહિત આરતી કરી હતી.  કૈલાશ વિજય વર્ગીય માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા. ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજય વર્ગીય કર્ણાટકના પ્રભારી પણ છે તે અંબાજી ખાતે સ્વર્ગીય મુળાભાઈ ગોકલાણી પરિવાર વારાહી દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા માં પોતાની હાજરી આપવા પહોંચ્યા હતા. ભાગવત કથા માં સ્ટેજ પર ચડી ને ભજન અને ગયા ગરબા ગયા શ્રોતાઓ એ તેમના ભજન પર કર્યા નૃત્ય હતા અને મોટી સંખ્યામાં લોકો કથા શ્રવણ કરવા ઉમટી પડ્યા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230504_212906.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *