છોટાઉદેપુર જિલ્લાનાં ગ્રામીણ વિસ્તાર માંથી એક યુવતીએ 181 મહિલા હેલ્પલાઇન ની મદદ માગતાં જણાવ્યું હતું કે તેમના માતાપિતા હેરાનગતિ કરે છે યુવતી બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માગે છે પરંતુ યુવતી ના માતા ને પસંદ ના હોવાથી યુવતી સાથે મારપીટ કરી હતી તેથી યુવતી ઘર ની બહાર નીકળી ગયા હતા અને 181 ની મદદ માંગી હતી.
ત્યાર બાદ 181 અભયમ મહિલા હેલપલાઇન ટીમ સ્થળ પર પહોંચી યુવતી નું કાઉન્સિલિંગ કરતા જાણવા મળે છે કે યુવતીની ઉંમર 18 વર્ષ છે અને તેઓ સ્ટડી કરે છે અને છેલ્લા એક વર્ષથી એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય અને તેની જાણ પરિવાર ને કરી છે.આજરોજ યુવતી ના ફેમિલી માં મેરેજ હોવાથી માતા યુવતી ને જબરજસ્તી મેરેજ માં જવા કહી રહ્યા હતા અને યુવતી મેરેજ માં જવા માંગતા ન હોવાથી બંને પક્ષે ઝઘડો થયેલ જેમાં માતા પિતા તેમજ દાદા અને યુવતી વચ્ચે અપશબ્દો બોલી ગેરવર્તન થયેલ તેથી યુવતી ઘર છોડીને નીકળી ગયા હતા અને 181 ની મદદ માંગી.અમે યુવતી નું અસરકારક કાઉન્સિલિંગ કરી સમજાવ્યા કે અત્યારે તમે અભ્યાસ કરો છો અને હાલ તમારા અભ્યાસ પર ધ્યાન આપવું અને મેહનત કરી સારી નોકરી મેળવવી. માતાપિતા આગળ અભ્યાસ કરવા માટે કહે છે તમે એક સારો અભ્યાસ કરી પરિવારનું નામ રોશન કરો માતાપિતાનું માન રાખવું. હજી તમારી લગ્ન કરવાની ઉંમર નથી થઈ. તેમજ યુવતી ના માતા ને પણ સમજાવ્યા કે વારંવાર દરેક વાત માં બોયફ્રેન્ડ ને ના લાવવા અને હાલ બીજે લગ્ન માટે દબાણ ના કરવું.આમ , યુવતી ને સમજાવી તેમના માતાપિતાના ઘરે સુરક્ષિત પહોચાડ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


