સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આ સમગ્ર કાર્યક્રમ લોહાણા મહાજન વાડી ખાતે સવારે ૮ વાગ્યે શ્રી જલારામ સત્સંગ મંડળ સાવરકુંડલા તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સંયુક્ત ઉપક્રમે યોજાવા જઈ રહ્યો છે ત્યારે તમામ ભાવિકો અને રકતદાતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહા રક્તદાન કેમ્પનો લાભ લે અને વધુમાં વધુ રક્તદાન કરે તેવી શ્રી જલારામ સત્સંગ મંડળ વતી પરેશ કોટકે જાહેર અપીલ કરી છે આ મહારક્તદાન કેમ્પમાં તમામ રકતદાતોઓને ગૌ.વા. ગીતાબેન મુકેશભાઈ રાયચુરા તથા ગૌ. વા.ચંદ્રીકાબેન કાકુભાઈ બનજારાના સહયોગથી દરેક રકતદાતાને ચાર આકર્ષક ગીફ્ટ અને લક્કી ડ્રો દ્વારા ભાગ્યશાળીને સોનાનો સિક્કો (૧ ગ્રામ) પ્રોત્સાહક ભેટ આપવામાં આવશે.


